આણંદમાં ભાજપનો કાઉન્સિલર મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરતા ઝડપાયો

આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા આરોપી દીપુ પ્રજાપતિ ફરાર થઇ ગયો છે.દીપુ પ્રજાપતિનાં કાળા કારનામા બહાર આવતા જ ભાજપે તાત્કાલિક તેને સસ્પેન્ડ કરી દીધો છે.

New Update
Dipu Prajapati

આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઇ પ્રજાપતિ (જલારામ ખમણવાળા)એ શહેરમાં જ રહેતી એક પરિણીતા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા આરોપી દીપુ પ્રજાપતિ ફરાર થઇ ગયો છે.દીપુ પ્રજાપતિનાં કાળા કારનામા બહાર આવતા જ ભાજપે તાત્કાલિક તેને સસ્પેન્ડ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના BJP કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ છ મહિના અગાઉ મતદાર સ્લીપ આપવાના બહાને એક પરિણીતાનો મોબાઈલ નંબર મેળવી તે સાથે વાતચીત શરૂ કરી હતી. ત્યાર બાદ બંને વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ તેના પતિને મોકલવાની ધમકીઓ આપી પરિણીતા ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

દીપુ પ્રજાપતિનાં કાળાં કારનામાં બહાર આવતાં પાર્ટીએ સસ્પેન્ડ કર્યો.

દીપુ પ્રજાપતિનાં કાળાં કારનામાં બહાર આવતાં પાર્ટીએ સસ્પેન્ડ કર્યો.

ગત શનિવારે રાત્રે પરિણીતાનો પતિ બજારમાં ગયો હતો એ વખતે આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને એકલતાનો લાભ લઇ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જોકે એ વખતે પરિણીતાનો પતિ ઘરે આવી જતા દીપુ પ્રજાપતિ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.આ દરમિયાન બૂમાબૂમ થતા પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયા હતા.અને બીજી તરફ દીપુના સાગરીતો પણ દોડી આવતા મારા મારી સર્જાઈ હતી.

આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભોગ બનનારની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિ હજી સુધી પકડાયો નથીપરંતુ મારામારીમાં સામેલ તેના બે સાગરીતોની અટકાયત કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.