New Update
જૂનાગઢ સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે 700 યુનિટ બ્લડ ડોનેટ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઉદ્યોગ સુરક્ષા જૂથ પોલીસના જવાનોએ રક્તદાન શિબિર થકી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી, આ પ્રસંગે 700 યુનિટ બ્લડ ડોનેટ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું.પોલીસ જવાનોનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી રહે તેમજ બ્લડની જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવાના ઉમદા આશય સાથે રક્તદાન કરવામાં આવ્યું હતું,જેમાં પીટીસીના તમામ પોલીસ જવાનોએ ઉત્સાહભેર ભાગ લઈને રાષ્ટ્રીય પર્વની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરી હતી.
Latest Stories