New Update
ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયો ગુનો
ડેડીયાપાડા પોલીસ મથકે રાયોટીંગનો ગુનો દાખલ
હોટલ સંચાલકને માર માર્યો હોવાના આક્ષેપ
જમવાના બાકી રૂપિયા માંગતા માર મરાયો !
ચૈતર વસાવાની વધી શકે છે મુશ્કેલી
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરી એકવાર રાઇટીંગનો ગુનો નોંધાયો છે.તેઓએ તેમના મિત્રો સાથે મળી હોટલ સંચાલન કરતા આદિવાસી યુવાનને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય તથા તેના માણસો ઘરે આવી માર માર્યાની ફરિયાદ લઇને એક આદિવાસી પરિવાર પહોંચ્યું હતું. ડેડીયાપાડા સામ૨પાડા (થપાવી)ના શાંતિલાલ ડેબાભાઈ વસાવા તેની પત્ની-પુત્ર અને પૂર્વ કારોબારી ચેરમેન બહાદુર વસાવા સાથે પોલીસ આધિક્ષકને મળી ધારાસભ્ય વિરૂદ્ધ ફરિયાદ આપી પગલાં ભરવા રજૂઆત કરી હતી. જે બાદ એકબીજા પર આક્ષેપબાજી પણ કરવામાં આવી હતી, પરંતુ અરજદાર શાંતિલાલે આત્મવિલોપનની ચીમકી આપતા આખરે આ બનાવનો ગુનો નોંધવામાં આવ્યો છે.લોકસભાની ચૂંટણી દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા તથા તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ હોટલમાં જમવા અંગેનું રૂ.1.28 લાખનું બાકી બિલ માંગતા તેઓએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકે રાયોટિંગ અંગેનો ગુનો નોંધાયો છે
આ સામે જવાબમાં દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે.એમને માર મારવામાં આવ્યો છે એ પાયાવિહોણી વાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા અગાઉ વન કર્મીને માર મારવાના ગુનામાં શરતી જામીન પર છૂટ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં ગુનાહિત કૃત્ય બહાર આવ્યું તો આગળનાં શરતી જામીન રદ થઈ શકે છે અને ધારાસભ્યની મુશ્કેલી વધી શકે એમ છે.
Latest Stories