નર્મદા : SOU સહિત નર્મદા ડેમ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરાય

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. SOU અને નર્મદા ડેમ ખાતે SOUના CEO ઉદિત અગ્રવાલના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતોજ્યાં સમગ્ર SOU પરિસર તિરંગાના રંગોથી રંગાયુ હતું. આ સાથે જ દેશભક્તિના રંગે ઘર-દુકાનથી લઈ સરકારી અને ખાનગી એકમોમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતું કેઆઝાદીના પ્રેમીઓએ આજે આપણને આઝાદીનો શ્વાસ લેવાનું સૌભાગ્ય આપ્યું છે. આ દેશ મહાપુરુષોનો ઋણી છે. સાથે આજે દેશ અને દુનિયામાં એકતાનગરમાં નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રચલિત થયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હજારો પ્રવાસીઓ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા હતા.

 

Latest Stories