અમરેલી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં 16 સહકારી સંસ્થાઓની સંયુક્ત સાધારણ સભા યોજાય...

દેશના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્ર મહત્વનું યોગદાન આપી રહ્યું છે, ત્યારે અમરેલીમાં એકસાથે 16 સહકારી સંસ્થાઓની સંયુક્ત સાધારણ સભા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાય હતી.

New Update

દેશના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્ર મહત્વનું યોગદાન

એકસાથે 16 સહકારી સંસ્થાની સંયુક્ત સાધારણ સભા મળી

સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા વિશેષ ઉપસ્થિત

સહકારી ક્ષેત્રના વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી

વાર્ષિક સાધારણ સભા દરમ્યાન હજારોની જનમેદની ઉમટી

દેશના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્ર મહત્વનું યોગદાન આપી રહ્યું છેત્યારે અમરેલીમાં એકસાથે 16 સહકારી સંસ્થાઓની સંયુક્ત સાધારણ સભા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાય હતી.

સહકારી સંસ્થાઓ એકબીજા સાથે જોડાયને કેવી રીતે જે તે ક્ષેત્રના વિકાસ માટે મહત્વના નિર્ણયો લઇ શકે છેતેનો એક ઉતમ નમુનો અમરેલીનું સહકાર જગત દેશભરને પુરો પાડી રહ્યો છે. અગાઉ પણ એક મંચ પર સહકારી સંસ્થાઓની સાધારણ સભાઓ યોજાય હતીત્યારે ફરી એકવાર ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સંયુકત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકઅમરેલી જિલ્લા દુધ સંઘઅમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘઅમરેલી જિલ્લા સંઘ સહિત જુદીજુદી 16 સહકારી સંસ્થાઓની સાધારણ સભા યોજાય હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીસાંસદ ભરત સુતરીયાધારાસભ્ય કૌશિક વેકરીયાજે.વી.કાકડીયાજનક તળાવીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સહકારી સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી.

Latest Stories