Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા સિગ્નેચર કેમ્પેઈન યોજાયું...

જામનગરમાં રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ શહેરીજનોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુથી સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

જામનગરમાં રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ શહેરીજનોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુથી સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી તા. 1 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન માટે અનેકવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે શહેરની સામાજિક અને સેવાકીય સંસ્થાઓ પણ આ કાર્યક્રમોમાં જોડાઈને સહભાગી બને છે. તેવામાં રોટરી ક્લબ ઓફ જામનગર અને ઈમેજિન રોટરી દ્વારા શહેર મધ્યે આવેલ લાખોટા તળાવે વોટર અવેરનેસ સિગ્નેચર કેમ્પેઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાખોટા તળાવે વહેલી સવારે કસરત અને વોકિંગ કરવા આવતા શહેરીજનો માટે સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત રોટરી ક્લબ દ્વારા રખાયેલા "હું મતદાન કરીશ" સેલ્ફી બૂથ પર લોકોએ ખૂબ જ સેલ્ફી ફોટા પણ પડાવ્યા હતા.

Next Story