વલસાડની કોલેજમાં મિત્રો સાથે ચાલીને જઈ રહેલો વિદ્યાર્થી અચાનક ઢળી પડતા મોત નિપજયુ, જુઓ CCTV

વલસાડની જે.પી શ્રોફ આર્ટસ કોલેજમાં એક વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ મોત નિપજ્યું હતુ.ચાલતા ચાલતા વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો.

New Update
વલસાડની કોલેજમાં મિત્રો સાથે ચાલીને જઈ રહેલો વિદ્યાર્થી અચાનક ઢળી પડતા મોત નિપજયુ, જુઓ CCTV

વલસાડની જે.પી શ્રોફ આર્ટસ કોલેજમાં એક વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ મોત નિપજ્યું હતુ.ચાલતા ચાલતા વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો.જેને હોસ્પિટલ લઈ જતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આમ કોલેજ કેમ્પસની અંદર જ અચાનક વિદ્યાર્થીના અકાળે મોતને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

વલસાડની જાણીતી જે.પી શ્રોફ આર્ટસ કોલેજ ના બીજા વર્ષના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા આકાશ ઈ પટેલ નામનો એક વિદ્યાર્થી કોલેજ કેમ્પસમાં જઈ રહ્યો હતો. પોતાના મિત્ર સાથે વાત કરતા કરતા આકાશ કોલેજ કેમ્પસમાં પસાર થઈ રહ્યો હતો.એ વખતે જ અચાનક વિદ્યાર્થી ઢળી પડ્યો હતો. આ દ્રશ્યો જોઈ આસપાસના માંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને કોલેજ કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.બનાવની જાણ થતાં જ તાત્કાલિક વિદ્યાર્થીને સારવાર માટે વલસાડની જાણીતી કસ્તુરબા હોસ્પિટલમાં તેને લાવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાને લઇ કોલેજ કેમ્પસ અને સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. એક સ્વસ્થ વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ અકાળે મોતને કારણે બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જો કે આ મામલે તબીબોના જણાવ્યા મુજબ હ્રદય રોગના હુમલાના કારણે યુવાનનું મોત નિપજયું છે.

Latest Stories