-
ખેડબ્રહ્માના હિંગટીયા ગામ નજીક ત્રિપલ અકસ્માત
-
ST બસ, જીપ અને બાઈક વચ્ચે થઈ જોરદાર ટક્કર
-
ભયંકર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
-
6 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
-
અકસ્માત અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ આદરી
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર એસટી બસ, જીપ અને બાઈક વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ 6 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી-વડોદરા રૂટની એસટી. બસ, જીપ અને બાઈક વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તો બીજી તરફ, અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની બચાવ તેમજ રાહતની કામગીરી શરૂ કરી હતી. ભયાનક અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું, જ્યારે મૃતકોના પરિવારજનો અને સગા સંબંધીઓમાં પણ ભારે ગમગીની છવાઈ હતી.