અમરેલી સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં લખ્યું- 'બહેન તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ શરીર નહીં હોય'

યુવકે આપઘાત કરતાં પહેલા લખેલી સુસાઈડ નોટમાં યુવકે લખ્યું છે કે, મમ્મી I LOVE YOU, પપ્પા I LOVE YOU, પપ્પા મને માફ કરજો

New Update
અમરેલી સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં લખ્યું- 'બહેન તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ શરીર નહીં હોય'

અમરેલીના સાંસદની શરાફી મંડળીમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા યુવકે આજે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી છે. મૃતક યુવાનના પાકિટમાંથી બે સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં મૃતક યુવાને પોતાના માતા-પિતાની માફી માગી છે. પોલીસે મૃતકનો મોબાઈલ ફોન કબજે કરી તપાસ હાથ ધરી છે. જેની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે જિંદગી ટૂંકાવી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે..

Advertisment

અમરેલીના સાંસદ નારણ કાછડિયાની સમૃદ્ધ નાગરિક શરાફી મંડળીમાં નોકરી કરતો આશિષ બગડા નામનો યુવક આજે સવારે નોકરી પર આવ્યો હતો. બાજુની ઓફિસમાંથી તેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા આશિષનો ફોન બંધ આવતા અન્ય કર્મચારીઓ શરાફી મંડળીની ઓફિસમાં તપાસ માટે ગયા હતા. ત્યારે આશિષની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી..

યુવકે લખેલી સ્યુસાઇડ નોટ :-

યુવકે આપઘાત કરતાં પહેલા લખેલી સુસાઈડ નોટમાં યુવકે લખ્યું છે કે, મમ્મી I LOVE YOU, પપ્પા I LOVE YOU, પપ્પા મને માફ કરજો અને બહેન પપ્પાનું ધ્યાન રાખજે કોઈ પણ તકલીફ પડવા દેતી નહીં અને દીકરો બનીને સાચવજે. કાકા-માસી આયુષ, મિત, અનુજ, પ્રીતિ હમેશા તમારી સાથે જ છું. મમ્મી I LOVE YOU અને કદાચ જન્મ મળેને તો મા આવી જ મળજો.. પપ્પા I MISS YOU મને માફ કરી દેજો તમારા ઉપર આટલું દુઃખ હોવા છતાં આ દુઃખ આપ્યું અને હંમેશા તમારી યાદ આવશે. બહેન તારો ભાઈ તારી સાથે છે અને તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ શરીર નહી હોય. 


Advertisment