/connect-gujarat/media/post_banners/f291c8fd588048cef35c63493c33639d4aff2237f6fe4e28e82f0320051e1730.jpg)
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા માઈ ભક્તોની બોલેરો પીકપ પલટી મારી જતા 10 શ્રદ્ધાળુઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટથી બોલેરો પીકપ લઈને કેટલાક શ્રદ્ધાળુ ભક્તો પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવ્યા હતા. શ્રદ્ધાળુ ભક્તો સાથેની પીકપ ગાડી પાવાગઢ તળેટીથી માચી જઈ રહી હતી. તે દરમિયાન વળાંક ઉપર ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે ટકરાતા પલટી ખાઈ ગઈ હતી. દર્શનાર્થી ભક્તોથી ભરેલી ગાડી પલટી ખાઈ જતા યાત્રાળુઓ રોડ પર ફંગોળાયા હતા.10 જેટલા યાત્રાળુઓને નાની-મોટી ઈજાઓ તથા તેઓને 108 તથા ખાનગી જીપો દ્વારા હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામને રજા આપી દેવામાં આવી હતી.