સાબરકાંઠા : હિંમતનગર-ઇડર હાઇવે પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત...

હિંમતનગર-ઇડર હાઇવે પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં

New Update
  • હિંમતનગર-ઇડર હાઇવે પર સર્જાયો અકસ્માત

  • બસે રિક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત

  • ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત

  • અકસ્માતમાં ઇજાગ્રસ્ત 2 લોકો સારવાર હેઠળ

  • અકસ્માતે મોત નોંધી પોલીસે તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઇડર હાઇવે પર બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. મળતી માહિતી અનુસારસાબરકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના મોત નીપજ્યાં છે.

બસે રિક્ષાને ટક્કર મારી હતીજેમાં રિક્ષા ચાલક સહિત ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યા હતાજ્યારે અન્ય 2 લોકોને ઇજા થતાં તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં જ સ્થાનિકો અને રાહદારીઓ એકઠા થઇ ગયા હતાઅને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. તો બીજી તરફઅકસ્માતના પગલે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતાજ્યારે પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

Latest Stories