નેપાળ: કાઠમંડુમાં દુઃખદ અકસ્માત, સ્કૂલ બસ પહાડી નીચે પડી, 2નાં મોત, 41 ઘાયલ
કાઠમંડુથી 20 કિમી દક્ષિણે દક્ષિણકાલી નગરપાલિકાના ફારપિંગ વિસ્તારમાં એક સ્કૂલ બસ પહાડી નીચે પડી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે 41 લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.