સાબરકાંઠા : વડાલીમાં સામૂહિક આપઘાતની ઘટનામાં માતાપિતા બાદ બે બાળકોના પણ મોત,એક દીકરી હજી સારવાર હેઠળ

વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતાપિતાના મોત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે પુત્રોના પણ મોત નીપજ્યા

New Update
  • વડાલીમાં પરિવારનો સામૂહિક આપઘાતનો મામલો

  • પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી

  • સામુહિક આપઘાતમાં માતાપિતા બાદ બે પુત્રોના પણ મોત

  • એક દીકરી હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • ઘટનાને પગલે પંથકમાં છવાયો માતમનો માહોલ

Advertisment

સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતાપિતાના મોત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે પુત્રોના પણ મોત નીપજ્યા છે.જ્યારે હજી એક દીકરીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

 સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સગર પરિવારના સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હતો.એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી.પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટગટાવતા ભારે હડકંપ મચી ગયો હતો.અને સામૂહિક આપઘાતમાં સારવાર દરમિયાન માતાપિતાના કરુણ મોત નિપજ્યા હતા.

જ્યારે હોસ્પ્ટિલમાં સારવાર હેઠળ રહેલા બે પુત્રોએ પણ ટૂંકી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા,જ્યારે હજુ એક દીકરી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાનું જાણવા મળ્યું છે.આમ આ ચકચારી ઘટનામાં મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો છે.

જો કે સામૂહિક આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે અને અચાનક આપઘાતના પગલે પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.ત્યારે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.અને પરિવારના આપઘાત પાછળનું કારણ જાણવા માટેના પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે.

Advertisment
Latest Stories