બનાસકાંઠામાં વરસાદે સર્જ્યો વિનાશ
પૂરથી સર્જાય ભારે તારાજી
સુઇગામ તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત
સરકારે અસરગ્રસ્તો માટે રાહત કિટ પહોંચાડી
મંત્રીએ રાહત ટ્રકોને લીલી ઝંડી બતાવી રવાના કરી
બનાસકાંઠા જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદ અને પૂરના કારણે વાવ, થરાદ અને ખાસ કરીને સુઈગામ તાલુકા પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે.જેના કારણે રાજ્ય સરકાર તરફથી રાહત સામગ્રી મોકલવામાં આવી હતી.પાલનપુર કલેકટર કચેરીથી સહકારીતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ રાહત ટ્રકોને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા.
આ રાહત સામગ્રીમાં ઘઉં,ચોખા,તુવેર દાળ,તેલના પાઉચ,બાજરી,ખાંડ,મીઠું સહિતની સામગ્રીનો અસરગ્રસ્તો માટે મોકલવામાં આવી છે.સરકાર દ્વારા ખાસ કરીને સુઈગામ તાલુકાના 13 અસરગ્રસ્ત ગામોને પ્રાથમિકતા આપવામાં આવી છે અને ત્યાં તાત્કાલિક રાહત સામગ્રીની કિટોનું વિતરણ શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર સાથે અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ રાહતકાર્યમાં જોડાઈ છે.જેથી પૂરગ્રસ્ત પરિવારોને જરૂરી મદદ ઝડપથી મળી શકે.