અમદાવાદ : બિલ્ડર શ્વાનોને બિસ્કીટ ખવડાવવા બહાર નીકળ્યાં અને થઇ ગયું અપહરણ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં બિલ્ડર પાસેથી બાકી નીકળતાં પાંચ કરોડ રૂપિયા માટે અપહરણ કરાયું હોવાનો કિસ્સો સામે આવ્યો

અમદાવાદ : બિલ્ડર શ્વાનોને બિસ્કીટ ખવડાવવા બહાર નીકળ્યાં અને થઇ ગયું અપહરણ
New Update

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં બિલ્ડર પાસેથી બાકી નીકળતાં પાંચ કરોડ રૂપિયા માટે અપહરણ કરાયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે લીંબડીના રળોલ ગામે દરોડા પાડી બિલ્ડરને છોડાવી પાંચ આરોપીની ધરપકડ કરી છે..

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીના નામ નરેન્દ્રસિંહ રાઠોડ , વાઘા ભરવાડ , રઘુ ભરવાડ, અબ્દુલ બલિયા અને યુનુસ વારૈયા છે. આ પાંચ આરોપીઓએ ભેગા મળીને ચાંદખેડામાં રહેનાર બિલ્ડર પ્રકાશ પ્રજાપતિનું અપહરણ કરી લીંબડી તાલુકાના રળોલ ગામમાં ગોંધી રાખ્યો હતો.વહેલી સવારે ભોગ બનનાર પ્રકાશ પ્રજાપતિ શ્વાનોને બિસ્કીટ ખવડાવવા માટે ઘરની નીકળ્યા હતાં. તે સમયે આરોપીઓ સીલેરિયો કાર લઇને આવ્યા હતા અને પ્રકાશ પ્રજાપતિનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતાં.અપહરણ બાદ તેની પત્ની પર ફોન આવ્યો હતો અને ફોન પર કહ્યું હતું કે જો પ્રકાશભાઈને છોડાવવા હોય તો એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. બનાવ અંગે પત્નીએ ચાંદખેડા પોલીસ નો સંપર્ક કર્યો હતો...

અપહરણની જાણ થતાંની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એકશનમાં આવી હતી અને બિલ્ડરના ઘરના સીસીટીવીની તપાસ કરી હતી. પોલીસે સીસીટીવી તથા મોબાઇલ નંબરના આધારે તપાસ કરતા આરોપીઓએ બિલ્ડરને સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં આવેલ રાળોલ ખાતે એક ઘરમાં ગોંધી રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગામમાં છાપો મારી તમામ આરોપીઓને દબોચી નાખી ભોગ બનનારને હેમખેમ છોડાવ્યો હતો. આરોપીઓની પૂછપરછમાં મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ રાઠોડને ભોગ બનનાર પાસેથી પાંચ કરોડ બાકીનાં લેવાના હોવાથી અપહરણ માટેનો સમગ્ર પ્લાન ઘડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં કુલ ૮ આરોપીઓની સંડોવણી સામે આવી છે.હાલ તો પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે...

#Ahmedabad #kidnapping #Builder #Ahmedabadpolice #Conenct Gujarat #Amdavad #gujarat crime news #CrimeNews
Here are a few more articles:
Read the Next Article