અમદાવાદ : વિધાનસભા પરિસર બન્યું રંગોત્સમય,મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓએ હોળી પર્વની કરી રંગમય ઉજવણી

ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત વર્ષ 2023થી વિધાનસભા પરિસરમાં હોળી તહેવારની ઉજવણીની શરૂઆત થઈ હતી. અને ત્યારબાદથી આ પરંપરા આગળ વધી રહી છે....

New Update
  • રંગોત્સવનો જામ્યો માહોલ

  • વિધાનસભા પરિસરમાં હોળી પર્વની ઉજવણી

  • મુખ્યમંત્રી,ગૃહમંત્રી સહિતના નેતાઓ રંગોથી રંગાયા

  • આદિવાસી નૃત્ય સાથે નેતાઓનું કરવામાં આવ્યું સ્વાગત

  • ઉત્સાહી નેતાઓ પિચકારીથી રમ્યા હોળી

Advertisment

ગાંધીનગરમાં વિધાનસભા પરિસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે હોળી તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. વિધાનસભા હોળી તહેવારની રંગોત્સવની ઉજવણીના આરંભમાં પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર વિધાનસભામાં સતત ત્રીજા વર્ષે હોળી તહેવારની ઉજવણી થઈ રહી છે. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત વર્ષ 2023થી વિધાનસભા પરિસરમાં હોળી તહેવારની ઉજવણીની શરૂઆત થઈ હતી. અને ત્યારબાદથી આ પરંપરા આગળ વધી રહી છે. સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં હોળીની ઉજવણી થઈ રહી છે.

વિધાનસભામાં તમામ ધારાસભ્ય,મંત્રી તેમજ વિપક્ષ નેતાઓ પક્ષાગ્રહ છોડી આ તહેવારની એક સાથે ઉજવણી કરી  છે.રાજનેતાઓએ એકબીજા પર રંગ લગાવીને રંગોત્સવની ઉજવણી કરી હતી.અને આ કલર કેસુડાના ફૂલ માંથી બનાવવામાં આવે છે. વિધાનસભા પરિસર ખાતે હોળી ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલગૃહ મંત્રી હર્ષ સંઘવી અને અધ્યક્ષ શંકર ચૌધરીને અન્ય મંત્રીઓએ અબીલ-ગુલાલથી રંગ લગાવ્યો હતો. તેમજ અન્ય ઉત્સાહી નેતાઓ પિચકારીથી હોળી રમતા જોવા મળ્યા હતા.

Advertisment
Latest Stories