Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ભાજપ સરકારના 5 વર્ષની ઉજવણી સંવેદના દિવસ તરીકે કરશે તો આપ અસંવેદના દિવસ સહિતના સમાંતર કાર્યક્રમ કરશે

ઓગસ્ટ મહિનામાં ભાજપ સરકારના 5 વર્ષ પૂર્ણ. ભાજપ દ્વારા ભવ્ય કાર્યક્રમો યોજાશે. તો આપ દ્વારા સમાંતર કાર્યક્રમોનું આયોજન.

X

રાજ્ય સરકારના ઓગસ્ટ મહિનામાં 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ભાજપે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. આમ આદમી પાર્ટી ભાજપની ઉજવણી સમાંતર કાર્યક્રમો કરી સરકારની નિષ્ફળતા લોકો સામે લાવવાનો પ્રયાસ કરશે.

ગુજરાતની વર્તમાન સરકારને ઓગસ્ટ મહિનામાં 5 વર્ષ પુરા થઈ રહ્યા છે. આ સંદર્ભે રાજ્ય સરકાર 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરનાર છે ત્યારે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ગુજરાત સરકાર સામે સમાંતર કાર્યક્રમ કરશે. સરકાર જે દિવસની ઉજવણી કરશે તેની સામે આમ આદમી પાર્ટી ભાજપ સરકાર વિરુદ્ધ કાર્યક્રમ કરશે. આમ આદમી પાર્ટી ભાજપની ઉજવણી સમયે સમાંતર કાર્યક્રમ યોજી રહ્યું છે.

ભાજપ સામે 1 થી 9 તારીખ સુધી AAP ભાજપને ખુલી પાડશે. ભાજપ AAP સામે અલગ અલગ કાર્યક્રમો ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. સરકારની જાહેરાત સામે આપ દ્વારા આંકડાકીય માહિતી રજૂ કરી સરકારની નિષ્ફળતાની વાસ્તવિકતા રજૂ કરવામાં આવશે .આમ રાજ્યમાં ફરી ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને આવી છે. તારીખ બીજી ઓગસ્ટે ભાજપ સંવેદના દિવસ ઉજવશે AAP અસંવેદના દિવસ ઉજવવાની છે.4 તારીખે ભાજપ નારી ગૌરવ દિવસ ઉજવશે AAP નારી વિરોધી ભાજપ દિવસ ઉજવાશે.

5 તારીખે ભાજપ કિસાન સન્માન દિવસ ઉજવશે AAP કિસાન વિરોધી સરકાર દિવસની ઉજવણી કરશે.6 તારીખે ભાજપ રોજગાર દિવસ ઉજવશે AAP બેરોજગાર દિવસની ઉજવણી કરશે.7 તારીખે ભાજપ વિકાસ દિવસ ઉજવશે તો AAP અધોગતિ દિવસ ઉજવશે. 8 તારીખે ભાજપ શહેરી જન સુખાકારી દિવસ ઉજવશે AAP શહેરી સમસ્યા દિવસ ની ઉજવણી કરશે.

Next Story