/connect-gujarat/media/post_banners/38ab302cb71f89e0a05c0f2f762629b7b816dc23eabc2173fe5cdb0f93ffbf6d.webp)
રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે તેઓએ પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી તેઓનું સમર્થન માંગ્યુ હતું
કોંગ્રેસ અધ્યક્ષ પદની હરીફાઈ હવે વધુ રસપ્રદ બનવા જઈ રહી છે. ઉમેદવારો મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર તેમના ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. શશિ થરૂરે તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ આજે ગુજરાતમાંથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે અને અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે હોદેદારો સાથે બેઠક કરી સમર્થન માંગ્યું હતુ.આ બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેની પત્રકાર પરિષદ યોજાય હતી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં મેં 54 વર્ષ વિતાવ્યા છે. મારે ચૂંટણી લડવાની ઈચ્છા ન હતી પરંતુ પાર્ટીના સિનિયર નેતાઓએ મને કહ્યું એટલે મારે મેદાનમાં ઉતરવું પડ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતથી પોતાના પ્રચારની શરૂઆત કરવા પાછળનું કારણ આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદથી ચૂંટણી પ્રચાર ચાલું કરવા પાછળ આઝાદી અપાવનાર વ્યક્તિ મુખ્ય કારણ છે. એ મહાન વ્યક્તિને નમન કરીને પ્રચાર શરૂ કરવો હતો.