Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસે ગરીબોને કીટ વિતરણ કરાયું

X

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ધીકાટા વિસ્તારમાં ગરીબોને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.....

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી તથા અન્ય કાર્યકર્તાઓ તરફથી ગરીબોને કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઘીકાટા ખાતે આવેલી કોંગ્રેસ નેતા નીરવ સુરેન્દ્ર બક્ષીની ઓફિસ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે 12 ફેબ્રુઆરી 2020 ના રોજ રાહુલ જી એ વડા પ્રધાન અને કેન્દ્રની સરકારને કોરોના વાયરસ બાબતે ચેતવ્યા હતાં પરંતુ કોઈ એ રાહુલજીની વાતને ધ્યાનમાં ના લીધી અને દેશ મહામારી માં સપડાયો છે. સરકારની બેદરકારીના કારણે બીજી લહેરમાં પણ હજારોના મૃત્યુ થયા.. ચારે બાજુ હોસ્પિટલ ઇન્જેકશન અને દવાઓની તકલીફો પડી હતી. રાહુલજીએ ત્યારે પણ મફત વેકસીનેશન ની વાત કરી હતી..હાલ કોરોનાની અસર ઓછી થઇ છે..પણ દેશની જનતાએ સાવચેતી રાખવી પડશે.

Next Story
Share it