અમદાવાદ : લોકરક્ષક અને પોલીસમાં ભરતી માટે શારીરીક કસોટી પાસ કરનારાઓ સીધી લેખિત પરીક્ષા આપી શકશે

રાજય સરકારે સીધી ભરતીમાં શારીરિક કસોટી પાસ કરનારા પરીક્ષાર્થીઓને સીધી લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે.

New Update
અમદાવાદ : લોકરક્ષક અને પોલીસમાં ભરતી માટે શારીરીક કસોટી પાસ કરનારાઓ સીધી લેખિત પરીક્ષા આપી શકશે

રાજયમાં પોલીસ વિભાગ તથા લોક રક્ષક દળમાં ભરતી થવા માંગતા યુવક-યુવતીઓ માટે સરકારે નિયમોમાં બદલાવ કર્યો છે. રાજય સરકારે સીધી ભરતીમાં 15 અને 8 ગણવાનો નિર્ણય બદલ્યો છે અને શારીરિક કસોટી પાસ કરનારા પરીક્ષાર્થીઓને સીધી લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે.

રાજયમાં મંત્રીમંડળના મેકઓવર બાદ અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવી રહયાં છે. રાજય સરકારે હવે પોલીસ તથા લોક રક્ષક દળમાં ભરતી માટે નિયમોમાં ફેરફાર કર્યા છે..ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓની શારીરીક ક્ષમતાથી જ મેરીટ બનાવાશે તો ગુણવત્તાસભર ઉમેદવાર મળવા મુશ્કેલ બનશે. નિશ્ચિત સમયમાં દોડ પૂર્ણ કરનાર તમામ ઉમેદવારો સક્ષમ જ હોય છે. અગાઉ દોડમાં જે નિશ્ચિત સમયમાં પાસ થયા હતા તે તમામનો આગામી કસોટીમાં સમાવેશ થતો હતો. પરંતુ હાલ જે પાસ થશે એમાં પણ મેરીટ બનાવાશે એવો બદલાવ કરાયો છે.

સરકારે 100 દિવસમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની જાહેરાત કરી છે. ત્યારે ઉમેદવારો પણ પોતાને આગામી 100 દિવસ માટે એકદમ ફીટ અને તૈયાર રાખવા માટે મહા મહેનત કરી રહ્યાં છે. સરકારના નિર્ણય બાદ હજારો યુવક અને યુવતીઓનું પોલીસ દળમાં ભરતી થવાનું સ્વપન સાકાર થશે.

Latest Stories