Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સાણંદમાં 350 બેડની ESIC હોસ્પિટલની શિલાન્યાસ વિધિ સંપન્ન કરાય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રૂપિયા 750 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 350 બેડની ESIC હોસ્પિટલની શિલાન્યાસ વિધિ સંપન્ન કરાવમાં આવી હતી.

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સાણંદમાં 350 બેડની ESIC હોસ્પિટલની શિલાન્યાસ વિધિ સંપન્ન કરાય
X

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રૂપિયા 750 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 350 બેડની ESIC હોસ્પિટલની શિલાન્યાસ વિધિ સંપન્ન કરાવમાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સાણંદ ખાતે 350 બેડની ESIC હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે, આજથી શક્તિની આરાધનાનો પર્વ શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીનું મહત્વ ગુજરાતમાં દિવાળીથી ઓછું નથી, ત્યારે આ અવસરે આજે ગાંધીનગર મત ક્ષેત્રના લોકોને રૂપિયા 1100 કરોડથી વધુની ભેટ મળી રહી છે. માત્ર શ્રમિકો નહીં પણ સાણંદ તાલુકાના તમામ લોકોને અહીં આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થશે. વધુમાં તેમણે જણાવ્યું કે, આજે ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ હોસ્પિટલ કાર્યરત બનતા 12 લાખ જેટલા કર્મચારીઓને સુવિધા મળશે. રૂ. 750 કરોડના ખર્ચે બનનાર હોસ્પિટલથી 1.30 લાખ શ્રમિકો સહિત લોકોને લાભ મળશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story