/connect-gujarat/media/post_banners/5c8c795ab007070647b8794e5285210b1a2c3c5b01f8a6e553b5ff5fc7711715.jpg)
અંબાજી હડાદ માર્ગ પર જતી એક ખાનગી બસ પલટી મારી જતાં બસના 2 ટુકડા થઈ જતાં બસસવાર 40 મુસાફરોને ઇજા પહોચી હતી.
અંબાજીના હડાદ માર્ગ ઉપર ખાનગી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો છે. જેમાં બસના 2 ટુકડા થઈ ગયા હતા. અકસ્માતના પગલે 40થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. બાળકો સહિત મહિલાઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને 108, ખાનગી વાહન અને પોલીસની જીપમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અંબાજી પગપાળા સંઘ દ્વારા દર વખતે આ પ્રકારની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આજ સુધી ક્યારેય આ પ્રકારનો બનાવ બન્યો નથી. પરંતુ આ એક ઘટના બની જેમાં 40 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.