રાજ્યભરમાં વરસાદની આફત વચ્ચે NDRF-SDRFની કામગીરી, ભાવનગર સહિત નવસારીમાં અસરગ્રસ્તોનું રેસક્યું કર્યું...

વરસાદની આગાહીના પગલે NDRF તૈનાત, ભાવનગર જિલ્લામાં NDRFની ટીમે લોકોને જાગૃત કર્યા તો નવસારીના વિવિધ ગામમાં NDRFએ કર્યું લોકોનું રેસક્યું

New Update
રાજ્યભરમાં વરસાદની આફત વચ્ચે NDRF-SDRFની કામગીરી, ભાવનગર સહિત નવસારીમાં અસરગ્રસ્તોનું રેસક્યું કર્યું...

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના રંડોળા ગામે NDRFની ટીમે લોકોને કુદરતી આપત્તિ સમયે કેવી રીતે સ્વબચાવ કરવો તે અંગે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. NDRFની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને રાહત અને બચાવ અંગે જાગૃત કરાય રહ્યા છે. ઘરમાં કે, ઘર ની આસપાસ પડેલી ખાલી બોટલો, રમકડાના દળાઓ, બાઇક, ટ્રેકટર કે, સ્કૂટરની નકામી ટ્યુબો ઉપયોગથી જો પાણીમાં ફસાયા હોય તો કેવી રીતે સ્વબચાવ કરી શકાય તે અંગે લોકોને સમજ આપવામાં આવી હતી.

નવસારી જિલ્લામાં પણ વરસેલા ભારે વરસાદથી તારાજી સર્જાય છે, ત્યારે પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ફસાયેલા લોકોને NDRF ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં ફસાયેલા 14 પુરુષ, 15 મહિલાઓ સહિત 12 બાળકો મળી કુલ 41 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. તો બીજી તરફ નવસારીના કલમથા ગામે પણ પાણીમાં ફસાયેલા 24 જેટલા લોકોનું NDRFની ટીમે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા, ત્યારે હાલ તો નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીરો કેઝ્યુલીટી એપ્રોચથી કામગીરી કરવામાં આવી રહી છે.

Latest Stories
    Read the Next Article

    અંકલેશ્વર: વરસાદી માહોલ વચ્ચે  હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ

    વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી 

    New Update
    • અંકલેશ્વરમાં ફરી એકવાર ટ્રાફિકજામ

    • નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ

    • 5 કી.મી.સુધી વાહનોની કતાર

    • અનેક વાહનચાલકો અટવાયા

    • બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો

    વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી 
    ભરુચ જીલ્લામાં વરસાદ ખાબકતાં જિલ્લામાથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક નાળુ સાંકડુ હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી રહી છે ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી છે.
    Latest Stories