Connect Gujarat
ગુજરાત

અમરેલી : 3 સિંહોએ કર્યો 7 ગાયનો શિકાર, જુઓ ગાય ઉપર સિંહની તરાપનો "LIVE" વિડીયો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામમાં 3 સિંહો ત્રાટક્યા હતા. જેમાં 7 જેટલી ગાયનો આ સિંહોએ શિકાર કર્યો હતો,

X

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામમાં 3 સિંહો ત્રાટક્યા હતા. જેમાં 7 જેટલી ગાયનો આ સિંહોએ શિકાર કર્યો હતો, ત્યારે સ્થાનિકોએ લાઈવ શિકારની ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો.

આપે જોયું અને જાણ્યું હશે તેમ, છેલ્લા ઘણા સમયથી શિકારની શોધમાં જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારતા નજરે ચઢે છે, ત્યારે વધુ એક આવી જ ઘટના અમરેલી જીલ્લાના ધારી તાલુકામાં બની હતી. રાત્રિના સમયે 3 સિંહોએ ખીચા ગામને ઘમરોળ્યું હતું, જ્યાં સિંહોએ ગાયના ટોળાને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સિંહોથી બચવા માટે ગાયના ટોળાની દોડાદોડી નિરર્થક સાબિત થઈ હતી. જેમાં 7 જેટલી ગાયને આ 3 સિંહોએ નિશાન બનાવી ગામ વચ્ચે જ શિકાર કર્યો હતો, ત્યારે આસપાસના સ્થાનિકોએ ગાય ઉપર સિંહની તરાપનો લાઈવ વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. જોકે, આ બનાવ 2 દિવસ પહેલાનો હોવાનું બહાર આવ્યું છે, ત્યારે હાલ તો સિંહોએ કરેલા લાઈવ શિકારનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

Next Story