Connect Gujarat
ગુજરાત

અમરેલી : સાવરકુંડલાના લુવારા ગામે સિંહણના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત, ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ ખાતે સિંહણના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત નિપજતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

X

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ ખાતે સિંહણના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત નિપજતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ ખાતે ગત રાત્રીના સમયે વાડીમાં રમતા 7 વર્ષીય બાળકને સિંહણ ઉપાડી ગઈ હતી. લુવારા રેવન્યુ વિસ્તારના ડેમ નજીક વાડીમાં ખેત મજૂરી કરતા દાહોદના ખેત મજૂરના પરીવારના વહાલસોયા દીકરાને સિંહણે ફાડી ખાધો હતો. બનાવના પગલે ગ્રામજનો સહિત વનતંત્રનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, ઘટના સ્થળેથી મૃત બાળકના અવશેષો મળી આવતા પરિવાર ભાંગી પડ્યો હતો. તો બીજી તરફ, મૃત બાળકના અવશેષો લઈ વનતંત્ર સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યું હતું, જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તરફ, માનવભક્ષી બનેલ સિંહણને પકડવા માટે વન વિભાગે લુવારા ગામમાં પાંજરા ગોઠવ્યા હતા. હુમલાખોર સિંહણને પકડવા માટે વનવિભાગને પગે પરસેવો ઉતર્યો હતો. જેમાં મોડી રાત્રે ભારે જહેમત બાદ હુમલાખોર સિંહણ 2 સિંહબાળ સાથે પાંજરે પુરાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, ત્યારબાદ વન વિભાગ દ્વારા હુમલાખોર સિંહણને આંબરડી સફારી ખાતે ખસેડવામાં આવી હતી.


Next Story