-
ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો
-
લોકોમાં ઇનવેસ્ટમેન્ટના નામે કરતો લોભામણી જાહેરાતો
-
રોકાણ સામે માસિક હપ્તો આપવાની આપતો હતો લાલચ
-
બેંક કર્મચારીના રૂ. 6 લાખ ઉલેચતા છેતરપિંડીની ફરિયાદ
-
લાખો રૂપિયા ઉઘરાવીને છેતરપીંડી કરતા શખ્સની ધરપકડ
ગુજરાતીમાં કહેવત છે કે, “લોભિયાના ગામમાં ધુતારા ભૂખ્યા ન મરે” અને આવું જ કઈક થયું છે. અમરેલીમાં… જ્યાં ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયા ઉઘરાવીને છેતરપીંડી કરતા શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે, ત્યારે શું હતો આ ગોરખધંધો, જુઓ આ અહેવાલમાં...
અમરેલી સિટી પોલીસની પકડમાં આવતો આધેડ વ્યક્તિ છે વિપુલ ચાવડા... અમરેલીની મીરા આર્ક્ડ કોમ્પલેક્ષમાં પાર્થ ઇનવેસ્ટમેન્ટના નામે લોભામણી જાહેરાતો લોકલ પત્રિકા મારફતે છપાવીને અઢી લાખના રોકાણ સામે માસિક 37 હજારની રકમ અને 50 હજારના રોકાણ સામે 5 હજાર અને 25 હજારના રોકાણ સામે 1 હજાર માસિક મેળવવાની લાલચ આપીને અમેરિકન નિવૃત્ત બેંકના કર્મચારીના 6 લાખ રૂપિયા જેવી રકમની છેતરપિંડી કરી લીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ઇનવેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઇનવેસ્ટમેન્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરતો શખ્સ હાલ પોલીસના સકંજામાં આવ્યો છે, જ્યારે આ એક નિવૃત્ત બેંક કર્મી સિવાય અન્ય પણ લોકો આ ભેજાબાજની માયાજાળમાં ફસાયા નથી, તે અંગે પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી જીણવટભરી તપાસ હાથ ધરી છે.