અમરેલી: સાવરકુંડલામાં પરિવારજનોની હાજરીમાં જ સિંહે 3 વર્ષના બાળકનો કર્યો શિકાર, વન વિભાગને બાળકના મળ્યા અંગો

સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં શિકારની શોધમાં 3 વર્ષના બાળકને સિંહ ઉઠાવી ગયો હતો.

New Update
અમરેલી: સાવરકુંડલામાં પરિવારજનોની હાજરીમાં જ સિંહે 3 વર્ષના બાળકનો કર્યો શિકાર, વન વિભાગને બાળકના મળ્યા અંગો

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે તેમજ એ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ લટાર મારી રહ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં શિકારની શોધમાં 3 વર્ષના બાળકને સિંહ ઉઠાવી ગયો હતો. પરિવારજનો સાંજના સમયે વાડીએથી આવી રહ્યા હતા ત્યારે બાળક પણ સાથે જ હતું. આ દરમિયાન પરિવારના સભ્યોની હાજરીમાં નીતિન રાકેશભાઈ મેહડા નામના બાળકને દબોચીને સિંહ લઈ ગયો હતો. સાવરકુંડલા વન વિભાગને ઘટનાની જાણ થતાં તેમનો કાફલો દોડી આવ્યો હતો.

વન વિભાગની ટીમે શોધખોળ હાથ ધરતાં મધરાત્રે બાળકનો માથાનો ભાગ અને પગ મળી આવ્યાં હતાં. ધારી ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા સહિત સ્થાનિક આર.એફ.ઓ.સહિતના વનકર્મીઓ દ્વારા આ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જુદા- જુદા વિસ્તારમાં સિંહને પકડવા માટે પાંજરાં પણ ગોઠવી દેવામાં આવ્યાં છે. જોકે સિંહે બાળકને ઉઠાવી દૂર સુધી લઈ ગયો હતો. વન વિભાગને શોધખોળ દરમિયાન માત્ર બાળકના અવશેષો મળી આવ્યા હતા. હજુ સુધી સિંહ પાંજરે પુરાયો નથી, જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

Latest Stories