અમરેલી: પ્રેમમાં અંધ બનેલી માતાએ જ દોઢ માસના બાળકની હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે ને ગુજરાતીમાં કહેવત છે કે માં તે માં બીજા બધા વગડા ના વા પણ આ કહેવત એક નિષ્ઠુર અને નરાધમ માતાએ કલંકિત કરી દીધી છે

New Update

અમરેલીના બાબરાની કાળજુ કંપાવતી ઘટના

બીજા લગ્નમાં નડતરરૂપ હતો પુત્ર?  

જન્મદાત્રી એ  જ કરી માસુમ બાળકની હત્યા 

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે ને ગુજરાતીમાં કહેવત છે કે માં તે માં બીજા બધા વગડા ના વા પણ આ કહેવત એક નિષ્ઠુર અને નરાધમ માતાએ કલંકિત કરી દીધી છે ને જનેતા માતાએ પોતાના જ દોઢ માસના બાળકને મોતના ઘાટ ઉતારી દીધું છે ચોંકાવનારી આ ઘટના છે બાબરા તાલુકાના વાવડા ગામની, જ્યાં પ્રેમ સંબંધને કારણે માતાએ કરેલી આ ક્રૂરતાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે

અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં રહેતી અને મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી મનીષાબેન બામણીયાએ પ્રેમ સંબંધમાં અંધ બનીને પોતાના દોઢ માસના માસૂમ બાળકને પાણીની ટાંકીમાં ડુબાડી, હત્યા કરી નાંખી છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કારણે આ હૃદયવિદારક કૃત્ય કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આ હત્યાના ઘટનાક્રમ મુજબ, મનીષાબેનના દોઢ માસના બાળકની લાશ પાણીની ટાંકી માંથી મળી આવી હતી. આ ઘટના બાદ સમગ્ર ગામમાં દહેશત ફેલાઈ ગઈ હતી.આ મામલામાં પોલીસે વધુ તપાસ કરતા મનીષાબેનના પ્રેમ સંબંધ અને તેના લીધે પતિ સાથે થયેલા ઝઘડાને કારણે, તેણે આ કૃત્યને અંજામ આપ્યો હતો.પ્રેમી મિથુન સાથે લગ્ન કરવા અને સામાજિક મર્યાદાઓ પ્રમાણે બીજા લગ્ન કરવા માટે બાળક ન હોવું જોઈએ કે મર્યાદા કારણે માતાએ પોતાના જ બાળકને કાંટો સમજીને હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને પરિણામે આ અત્યંત નિર્દયી ઘટના બની છે.આ બાબતની જાણ થતા, સ્થાનિક પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી છે. માતા વિરુદ્ધ ગંભીર કલમ હેઠળ ગુન્હો નોંધી, કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
#Gujarat #CGNews #Amreli #mother #Murder Case #marriage #Mother Killed Son
Here are a few more articles:
Read the Next Article