-
અયોધ્યા એપાર્ટમેન્ટના શોપિંગ એરિયાની ઘટના
-
એપાર્ટમેન્ટમાં ચાલતા ગેરકાયદે સ્પા સામે વિરોધ
-
સ્થાનિકોએ ગેરકાયદે ચાલતા સ્પાના બોર્ડ ઉતાર્યા
-
મહિલાઓએ જાહેરમાં સ્પાના બોર્ડને સળગાવી દીધા
-
બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો
અમરેલી શહેરના અયોધ્યા એપાર્ટમેન્ટના શોપિંગ એરિયામાં ચાલતા ગેરકાયદે સ્પા સામે સ્થાનિક મહિલાઓએ રણચંડી બની ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
અમરેલી શહેરના અયોધ્યા એપાર્ટમેન્ટના શોપિંગ એરિયામાં ચાલતા ગેરકાયદે સ્પાનો સ્થાનિક મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓ રણચંડી બની ગેરકાયદે ચાલતા સ્પાના બોર્ડ ઉતારીને જાહેરમાં સળગાવ્યા હતા. અમરેલી પાલિકા તંત્ર દ્વારા નોટિસો અપાયા બાદ પણ કાર્યવાહીના નામે મીંડું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. સ્પાના ધીકતા ધંધા સામે મહિલાઓ રણચંડી બનતા લોકોના ટોળા ભેગા થયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.