અમરેલી : સાવરકુંડલાના વિજયનગર નજીક બ્રિજ ધોવાઈ જતાં લોકો જીવના જોખમે માર્ગ પસાર કરવા મજબૂર..!

અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

New Update
અમરેલી : સાવરકુંડલાના વિજયનગર નજીક બ્રિજ ધોવાઈ જતાં લોકો જીવના જોખમે માર્ગ પસાર કરવા મજબૂર..!

અમરેલી જિલ્લામાં થયેલ મેઘમહેરના પગલે રોડ-રસ્તાઓ ધોવાઈ જવાની અનેક ફરિયાદો સામે આવી છે, ત્યારે સાવરકુંડલાના ગાધકડાથી વિજયનગર થઈને સાવરકુંડલા જવાના માર્ગ પર માટી ઉપર સ્લેબ સાથેનો બ્રિજ ધોવાઈ જતા લોકો સામે જીવનું જોખમ ઊભું થયું છે. આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું ગાધકડા ગામ... ગાધકદાથી વિજયનગર થઈને સાવરકુંડલા, અમરેલી જવાનો ટુંકો માર્ગ આ બ્રિજ પરથી જવાનો સરળ માર્ગ છે.

પણ અમરેલી જિલ્લામાં પડેલા વરસાદમાં વિજયનગર થઈને સાવરકુંડલા-અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. છતાં વટેમાર્ગુ અને ખેડૂતો, બાઇક ચાલકો જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે.

એક તરફ સચરાચર વરસાદથી ચારે તરફ પાણીના ઝરણાઓ વહી રહ્યા છે, ત્યારે વિજયનગર નજીક બ્રિજ નીચેથી માટી ઘસી પડી છે. માર્ગ પર માટી ઉપર સ્લેબ સાથેનો બ્રિજ ધોવાઈ જતા લોકો સામે જીવનું જોખમ ઊભું થયું છે. તો બ્રિજના થોડા સ્લેબના પોપડા પણ પડવાના વાંકે લબડી રહ્યા હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા આ બ્રિજની ભાળ લેવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

Latest Stories