અમરેલી : ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ, પાઈલોટનું મોત..!

રહેણાંક વિસ્તારમાં એક દુર્ઘટના બની છે, જ્યાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન, જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું. જેમાં પાઈલોટ ટ્રેનિંગ માટે આ પ્લેન ઉપયોગમાં લેવાતું હતું

New Update
  • ગુજરાતમાં વધુ એક ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ક્રેશની દુર્ઘટના

  • ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ બાદ બ્લાસ્ટ

  • ગંભીર દુર્ઘટનામાં પ્લેનમાં સવાર પાઈલોટનું મોત નીપજ્યું

  • બનાવના પગલે ફાયર વિભાગ-પોલીસની ટીમ દોડી આવી

  • દુર્ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ

અમરેલી જિલ્લાના ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર પાઈલોટનું મોત નિપજતા વહીવટી તંત્ર દોડતું થયું હતું.

મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં એક દુર્ઘટના બની છેજ્યાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનજે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું. જેમાં પાઈલોટ ટ્રેનિંગ માટે આ પ્લેન ઉપયોગમાં લેવાતું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર પાઇલોટનું દુર્ભાગ્યવશ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થયો હતો

જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કેતાજેતરમાં મહેસાણાના એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયું હતુંત્યારે અમરેલીમાં સર્જાયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છેજ્યાં અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. તો બીજી તરફસ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી છે. જેના કારણે વહીવટી તંત્રએ વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવી હતી.

Read the Next Article

ભરૂચ: ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ગરુડ સેના દ્વારા કાર્યક્રમ યોજાયો

  • રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • સંસ્થાના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં કાર્યકરત ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી