રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન
પાક નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની
ગુજરાત સરકારે ખેડૂત હિતમાં રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતોના દેવા માફ કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરાય
વિમા યોજના બંધ થતાં ખેડૂતો બરબાદ થયા : શક્તિસિંહ
ગીર સોમનાથ જિલ્લાથી શરૂ થયેલી કોંગ્રેસની ‘ખેડૂત આક્રોશ યાત્રા’ અમરેલી ખાતે પહોંચી હતી, જ્યાં સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો.
ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ગીર સોમનાથના વેરાવળ-સોમનાથથી ‘ખેડૂત આક્રોશ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે આ યાત્રા અમરેલી જિલ્લામાં આવી પહોંચી હતી. અમરેલી શહેરના રાજકમલ ચોકમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા અને જનસભા યોજાય હતી, જ્યાં સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો.
વધુમાં ખેડૂતોના પાક નુકસાન અંગે દેવા માફ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાય છે. સભા બાદ અમરેલી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં જે ખેડૂતોએ આત્મહત્યા કરી છે, એમના પરિવારને સરકાર 25 લાખ રૂપિયા આપે અને પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપે તેવી માંગ કરવામાં આવી છે.
સમગ્ર યાત્રા દરમ્યાન સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત, લલીત વસોયા, પાલ આંબલિયા, જેની ઠુમ્મર સહિતના કોંગી નેતા, આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.