અમરેલીમાંGST અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ
ખેડૂતોનાવાહનો ચેકીંગ માટે ઉભા રાખવામાં આવ્યા
સાંસદે દોડી આવીનેGST અધિકારીઓનો ઉધડો લઈનાખ્યો
સાંસદે વેપારીઓના વાહનોનું ચેકીંગકરવા જણાવ્યું
સાંસદે પોતાનાપર FIR કરવા GST અધિકારીને જણાવ્યું
ખેડૂતોને હેરાન ન કરવા સાંસદે કર્યું સૂચન
અમરેલીમાં ખેડૂતો મામલેGSTના અધિકારીઓ અને સાંસદ વચ્ચે ચકમક સર્જાઈ હોવાનીઘટના બની હતી. બાયપાસ રોડ પાસેથી પસાર થતાખેડૂતોના વાહનોને અટકાવીને GSTના અધિકારીઓ ચેકિંગ કરીને ખોટી રીતે હેરાન કરતા મામલો ગરમાયો હતો.
અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોનેGST વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા, જેમાં વેપારીઓના ચેકિંગ દરમિયાન ખેડૂતોના પણ કેટલાક ડોક્યુમેન્ટ માંગતા વિવાદ સર્જાયો હતો.જેને લઇને ખેડૂતોએ સાંસદ ભરત સુતરિયાને ફોન કરીને GSTના અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાની રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત મળતા જ સાંસદ ભરત સુતરિયા તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘટના સ્થળે દોડી આવેલા સાંસદ ભરત સુતરિયા અધિકારીઓ પર રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે, તમે ભલે વેપારીઓનું ચેકિંગ કરો પણ ખેડૂતોને હેરાન ન કરશો. ખેડૂતો ક્યારેય સાત-બારના ડોક્યુમેન્ટ સાથે લઈને નહીં ફરે. તમારે પકડવા હોય તો પકડી લેજો અને મારા નામની ફરિયાદ ફાડી નાખજો. તમે મહેરબાની કરીને ખેડૂતોને હેરાન ન કરતા, તમે ગમે ત્યાં ખેડૂતોને ઉભા રાખીને હેરાન કરો છો એ ચલાવી નહીં લેવાય.