/connect-gujarat/media/post_banners/f884377477c531ef47e66943df04ef16fa13f6239a6ad8851991a81fd03621fb.jpg)
સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા પાલિકાના ભૂતપૂર્વ નામાંકિત પ્રમુખોની પ્રતિમાઓના અનાવરણ સહિત વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
અમરેલી નગરપાલિકા ખાતે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાલિકાના ભૂતપૂર્વ નામાંકિત પ્રમુખોની પ્રતિમાઓના અનાવરણ સહિત વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત અમરેલીના સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહિતના મહાનુભાવોના હસ્તે પ્રતિમાઓનું અનાવરણ તેમજ લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર RCC રોડ, પેવર બ્લોક અને ડીવાઈડરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો, પાલિકા સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.