અમરેલી : ધારી સહિતના પંથકમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ધારીવાસીઓમાં ફફડાટ...

દિવસની શરૂઆત થતાંની સાથે જ થોડી સેકન્ડો માટે અમરેલી જિલ્લાના ધારી પંથકની ધરતી ધણધણી ઉઠતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

New Update
અમરેલી : ધારી સહિતના પંથકમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ધારીવાસીઓમાં ફફડાટ...

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા ધારીવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, જમીનના પડમાં બ્લાસ્ટ થયો હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પુષ્ટી કરવામાં આવી છે.

દિવસની શરૂઆત થતાંની સાથે જ થોડી સેકન્ડો માટે અમરેલી જિલ્લાના ધારી પંથકની ધરતી ધણધણી ઉઠતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા જ ઉચાટભર્યા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ધારી શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે, જમીનમાં બ્લાસ્ટ થયો હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. આ સાથે જ જમીનના પડમાં હલનચલન સાથે બ્લાસ્ટ થયો હોવાની સિસ્મોલોજી તંત્રએ જણાવ્યુ હતું. અમરેલી જિલ્લામાં ભૂતકાળમાં રાજુલાના કોસ્ટલ બેલ્ટમાં ભૂકંપના કેન્દ્ર બિંદુ જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીંની ભૂગર્ભીય ગતિવિધિ શાંત હતી. જોકે, હવે ફરી એકવાર અમરેલીના ધારીની ધરા ધ્રુજી ઉઠતાં લોકોમાં ધારીવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.