ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કરાયું
સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાય
અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાની બેઠક મળી
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત
ભાજપ સરકાર પર શક્તિસિંહ ગોહિલના શાબ્દિક પ્રહાર
અમરેલી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાય હતી.
સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાની સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં અમરેલી ખાતે યોજાય હતી. જેમાં કોંગ્રેસના નેતાઓનું વિશેષ સન્માન કરીને કારોબારી બેઠકનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસની કારોબારી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું કે, ગુજરાતમાં 28 લાખ પરિવારો સીધા કે, આડકતરી રીતે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, ત્યારે સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપતો ધંધો હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે. ભાજપને મોટું કરવામાં ધન અને મન બન્ને હીરા ઉઘોગે આપ્યા છે, ત્યારે સરકારે હવે હીરા ઉદ્યોગમાં વ્યાજ માફી કરવી જોઈએ. રત્ન કલાકાર બોર્ડની સ્થાપના કરવી જોઈએ. પરંતુ 1200 કરોડની જાહેરાત કરવા છતાં પણ 1 રૂપિયો આપવામાં આવ્યો નથી. તો બીજી તરફ, ગીર પંથકમાં ઈકો સેન્સિટિવ ઝોન મામલે ભાજપ જંગલ રાજ સ્થાપવા માંગે છે તેમ તેઓએ જણાવ્યુ હતું. આ ઉપરાંત વિવિધ મુદ્દે શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારને આડે હાથ લઈ આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.