અમરેલી : મગફળીના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર...

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષમાં 2 લાખ 7 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક ઘટના સર્જાય છે.

New Update

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષમાં 2 લાખ 7 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છેપરંતુ ખેડૂતો માટે ચિંતાજનક ઘટના સર્જાય છે. કેટલાક ગામડાઓમાં મગફળીમાં ઈયળ આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે.

અમરેલી જિલ્લાના 11 તાલુકા મથકો પર મગફળીનું 2 લાખ 7 હજાર  હેક્ટરમાં વાવેતર થયું છે. પાક સોળે કળાએ ખીલી ઉઠ્યો છેત્યારે મગફળીમાં ઈયળ આવી જતાં મગફળીના છોડ સાવ પીળા પડી જાય છેઅને ઇયળ જીવાત મગફળીના ઉભા પાકને નુકશાન પહોંચાડે છે. ગ્રામીણ પંથકમાં ખેડૂતોના મગફળીના પાકમાં ઇયળએ મુશ્કેલી વધારી છેઅને ચોમાસામાં ખેડૂતના સારા વળતરની આશાઓ પર ઇયળે પાણી ફેરવી દીધું હોવાની લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

જોકેખાંભા-ગીર પંથક સાથે સાવરકુંડલા અને ધારીમાં ખેડૂતોની મગફળીમાં ઈયળ આવતા ખેડૂતોના મગફળીના ઉભા પાક બળવા લાગ્યો છેઅને ઉભો છોડ સુકાવા લાગ્યો છે. એક તો મોંઘું બિયારણ અને ખાતરને ઉપરથી મોંઘીદાટ રાસાયણિક દવાઓ નાખવા છતાં મગફળીમાંથી ઈયળ જતી નથી. મગફળીના છોડને તહસનહસ કરતા ઇયળોથી પરેશાન ખેડૂતો દવાનો છંટકાવ કરવા છતાં ઇયળનો ઉપદ્રવ અટકતો નથીઅને ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે.

#crops #insect #CGNews #Rainfall #Heavy Rain #Gujarat #Amreli #farmers #Farms
Here are a few more articles:
Read the Next Article