અમરેલી : દિવસે વીજળીની માંગ સાથે ખેડૂતોએ બગસરા PGVCL કચેરીને ગજવી મુકી…

જિલ્લાના બગસરા તાલુકા સ્થિત PGVCL કચેરી ખાતે ખેડૂતોએ દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે હલ્લાબોલ તેમજ ધરણાં પ્રદર્શન કર્યું હતું.

New Update
અમરેલી : દિવસે વીજળીની માંગ સાથે ખેડૂતોએ બગસરા PGVCL કચેરીને ગજવી મુકી…

અમરેલી જિલ્લાના બગસરા તાલુકા સ્થિત PGVCL કચેરી ખાતે ખેડૂતોએ દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે હલ્લાબોલ તેમજ ધરણાં પ્રદર્શન કર્યું હતું.

અમરેલીના બગસરા ખાતે આવેલ PGVCL કચેરી બહાર સ્થાનિક ખેડૂતોએ સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં PGVCL દ્વારા દિવસે પણ વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવતી હતી, તો અત્યારે કેમ નહીં તેવો ખેડૂતોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. “જય જવાન, જય કિસાન”, “હમારી માંગ પૂરી કરો”ના સૂત્રોચાર સાથે ખેડૂતોએ PGVCL કચેરીને ગજવી મુકી હતી.

જોકે, દિવસે વીજળી નહીં મળતા ખેડૂતોને રાત્રિના સમયે ઠંડી વચ્ચે ખેતરે જવાની નોબત આવી છે, ત્યારે રાત્રિ દરમ્યાન વન્ય પ્રાણીઓનો ડર પણ ખેડૂતોને સતાવી રહ્યો છે. તેવામાં PGVCL કચેરી ખાતે ઇજનેરનો ઘેરાવ કરી દિવસે વીજળી માટે ખેડૂતોએ રજૂઆત કરી હતી. તો બીજી તરફ, ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે માટે ઉપરી અધિકારીને જાણ કરવામાં આવશે તેવું PGVCL તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.