અમરેલી : ભારે વરસાદથી તબાહી,જોલપરી નદીમાં કાર તણાતા ચાલકનું કરુણ મોત,30થી વધુ પશુઓ મોતને ભેટ્યા

નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતા, અને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા

New Update
  • રાજુલામાં ભારે વરસાદ બાદ તબાહી

  • જોલાપરી નદીમાં તણાઈ કાર

  • નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર

  • કાર ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત

  • ભારે વરસાદમાં 30થી વધુ પશુઓના મોત

  • તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ અવિરત વરસી તબાહી મચાવી હતી.બપોર બાદ વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા સાવરકુંડલારાજુલા અને સહિત પંથકમાં ભારે નુકસાન થયું હતું. નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતાઅને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ગાંડીતુર પ્રવાહ જોવા મળ્યો હતો. ગામડાઓમાં પાણી ઘુસતા લોકોના ઘરો અને માલમત્તાને નુકસાન થયું હતું.કાઠમા ગામ નજીક નટુપરી બાપુના આશ્રમમાં મોડી રાતે પાણી ઘુસતા 8 પશુઓના કમકમાટીભર્યા મોત થયા હતા.

રાજુલા તાલુકાના ઉટીયા-રાજપરડા ગામ વચ્ચે બ્રિજ પર પાણીના પ્રવાહને કારણે ભુવો પડ્યો હતો.જ્યારે બ્રિજ પરથી પસાર થતી કાર પણ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતીજેમાં માર્કેટિંગ યાર્ડના વેપારી ભગવાન વાઘનું મોત નીપજ્યું હતું. તંત્ર દ્વારા બ્રિજ તોડી કારને બહાર કાઢવામાં આવી હતી.

આ ઉપરાંત સાવરકુંડલાના ઘોબામાં પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીમાં આવેલા પૂરથી વાડીમાં ફસાયા હતા,તેમનેNDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.વધુમાં અવિરત વરસેલા ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.