અમરેલી : શિકાર પાછળ લગાવેલી દોડ 2 સિંહો માટે ઘાતક બની, કૂવામાં ખાબકતા એક સિંહનું મોત, અન્ય સિંહનું રેસક્યું...

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાઈનપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં 2 સિંહો ખાબક્યા હતા, જેમાં એક સિંહનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક સિંહનું વન વિભાગ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું.

New Update

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાઈનપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં 2 સિંહો ખાબક્યા હતાજેમાં એક સિંહનું મોત નીપજ્યું હતુંજ્યારે અન્ય એક સિંહનું વન વિભાગ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાઈનપરા વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચઢેલા 2 સિંહ વાડીના ખુલ્લા કૂવામાં ખાબક્યા હતા. શિકાર પાછળ લગાવેલી દોડ 2 સિંહો માટે ઘાતક સાબિત થઈ હતી. બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવના પગલે એક સિંહનું કૂવામાં મોત નીપજ્યું હતુંજ્યારે 1 સિંહને બચાવવા વન વિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સાથે જ ભારે જહેમત બાદ અન્ય સિંહને કૂવામાંથી બહાર કાઢવામાં વન વિભાગને સફળતા મળી હતીતારે ઇજાગ્રસ્ત સિંહને સારવાર અર્થે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફધારી ગીર પંથકમાં એક સિંહના મોતથી સિંહ પ્રેમીઓમાં હતાશા સાંપડી હતી.

Latest Stories