અમરેલી : મજૂરી કામ કરતા દંપતી વચ્ચે શંકાનો વિખવાદમાં પત્નીની હત્યા કરતો પતિ,પોલીસે કરી આરોપીની ધરપકડ

અમરેલીના વાંકિયામાં પરપ્રાંતિય મજૂરી કામ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી

New Update
  • અમરેલીમાં શ્રમિક પત્નીની હત્યાનો મામલો

  • પતિએ કરી હતી પત્નીની હત્યા

  • પત્ની પર પતિ કરતો હતો શંકા

  • શંકાના માનસિક ભારણમાં પત્નીની કરી હત્યા

  • પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ  

અમરેલીના વાંકિયામાં પરપ્રાંતિય મજૂરી કામ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી

અમરેલીના વાંકિયા ગામની અલ્પેશ સાવલિયાની વાડીમાં એક ઓરડામાં મૃતદેહ મળ્યો હતો. ખેતીકામ રાખીને મજૂરી કામ કરતા સંજય મોહનીયા તેમની પત્ની રેખા મોહનીયા સાથે રહેતો હતો.20 વર્ષીય રેખા મોહનીયાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો.રેખા મોહનીયાના શરીર પર ગળુંગોઠણ અને કોણીના ભાગોમાં ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા.

અમરેલી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા બનાવમાં હત્યા હોવાની શંકાઓ જતા પોલીસે કડક પૂછપરછ શરૂ કરતા હત્યારો પતિ સંજય મોહનીયાએ પોલીસ સામે કબૂલાત કરી હતી કે પત્નીની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હતી.મોબાઇલમાં કોઈ જોડે વાત કરતા શંકાઓને આધારે પત્નીને પતિએ હત્યા કરી હોવાની વિગતોને આધારે અમરેલી તાલુકા પોલીસે હત્યારા પતિ સંજય મોહનીયાની અટકાયત કરી હતી.

Latest Stories