અમરેલી : ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યુવા સંવાદ કાર્યક્રમ અને લોન-ધિરાણ મેળો યોજાયો...

જીલ્લા પોલીસ દ્વારા આયોજિત યુવા સંવાદ કાર્યક્રમ અને લોન-ધિરાણ મેળામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલી : ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યુવા સંવાદ કાર્યક્રમ અને લોન-ધિરાણ મેળો યોજાયો...
New Update

અમરેલી જીલ્લા પોલીસ દ્વારા આયોજિત યુવા સંવાદ કાર્યક્રમ અને લોન-ધિરાણ મેળામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં બેંકો દ્વારા લોન મેળવેલ લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા આયોજિત યુવા સંવાદ કાર્યક્રમ અને લોન-ધિરાણ મેળામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેના અનુસંધાને અમરેલી જીલ્લા પોલીસ દ્વારા વિવિધ બેંકોના સહયોગથી લોન-ધીરાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 126 જેટલા લાભાર્થીઓને લોન આપવામાં આવી હતી. જેના ચેક ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. યુવા સંવાદ કાર્યક્રમ અંતર્ગત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Home Minister #Amreli #program #Harsh Sanghvi #youth dialogue
Here are a few more articles:
Read the Next Article