અમરેલીમાં જંગલી પ્રાણીઓથી લોકોમાં ફફડાટ, દીપડો ઘરમાં ઘૂસી જતાં કરાયું રેસ્ક્યુ

અમરેલી જિલ્લાના ગીર કાંઠા ગામ વિસ્તારમાં રાનીપશુઓથી લોકો ફફડી રહ્યા છે,ધારીના જળજીવડી ગામના એક મકાનમાં દીપડો ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી,જોકે વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુલાઈઝ કરીને પકડવામાં આવ્યો હતો.

New Update

અમરેલીના ગીર કાંઠા ગામનો બનાવ 

ધારીના જળજીવડી ગામમાં મોડી રાત્રે દીપડો ઘુસ્યો

દીપડાએ બે પશુઓ પર હુમલો કરી ઈજા પહોંચાડી

દીપડો એક રહેણાંક મકાનમાં ઘુસી જતા ફફડાટ 

વનવિભાગે દીપડાને ટ્રાન્ક્યુલાઈઝ કરી પાંજરે પૂર્યો 

અમરેલી જિલ્લાના ગીર કાંઠા ગામ વિસ્તારમાં રાનીપશુઓથી લોકો ફફડી રહ્યા છે,ધારીના જળજીવડી ગામના એક મકાનમાં દીપડો ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી,જોકે વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુલાઈઝ કરીને પકડવામાં આવ્યો હતો.

અમરેલી જિલ્લાના ગીર કાંઠા ગામમાં વિસ્તારમાં જંગલી પ્રાણીઓના કારણે લોકોમાં ડરનો માહોલ છવાય ગયો છે.જ્યારે ધારીના જળજીવડી ગામમાં રાત્રી સમયે દીપડાએ બે પશુઓ પર હુમલો કર્યો હતો,જોકે ગ્રામજનો નિંદ્રા માંથી જાગી જતા અને બુમાબુમ થતા દીપડો ભાગવાના પ્રયાસમાં મુન્ના રામાણીના ઘરમાં ઘૂસી ગયો હતો,જે ઘટનાને પગલે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી,વન વિભાગની ટીમ જળજીવડી ગામમાં દોડી આવી હતી,અને ઘરની અંદર માળીયામાં છુપાઈને બેઠેલા દીપડાને વન અધિકારીઓએ ટ્રાન્ક્યુલાઈઝ કરીને પિંજરામાં પૂર્યો હતો,અને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો હતો.વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.  
Latest Stories