અમરેલી: લીલીયાના સલડી ગામે તળાવ સુકાતા ખેડૂતો અને માલધારીઓની ચિંતામાં વધારો

અમરેલી જિલ્લામાં લીલીયાના સલડી ગામમાં આવેલ તળાવના પાણી સુકાઈ જતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે.અને મેઘમહેર થયા બાદ પણ તળાવ સુકુભઠ્ઠ રહેતા ખેડૂતો અને માલધારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.

New Update

અમરેલી લીલીયાના સલડી ગામે તળાવ સુકુભઠ્ઠ  

તળાવના પાણી સુકાતા ખેડૂતો માલધારીઓ પરેશાન

1 હજાર વીઘામાં આવેલ તળાવ વરસાદમાં ખાલી ખમ

ખાલી તળાવ સૌની યોજનાથી ભરવાની માંગણી

સાંસદ પાસે તળાવનો કાંપ દૂર કરીને ઉંડું કરવાની માંગ

અમરેલી જિલ્લામાં લીલીયાના સલડી ગામમાં આવેલ તળાવના પાણી સુકાઈ જતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે.અને મેઘમહેર થયા બાદ પણ તળાવ સુકુભઠ્ઠ રહેતા ખેડૂતો અને માલધારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.
અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો,જોકે અને વરસાદી પાણીએ ભારે જમાવટ કરી હતી.પરંતુ જળસંચયના અભાવનો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે,જેમાં લીલીયાના સલડી ગામનું તળાવના પાણી સુકાઈ જતા ખેડૂતો અને માલધારી સહિત સ્થાનિક લોકો ચિંતાગ્રસ્ત થઈ ગયા છે.અંદાજીત એક હજાર વીઘામાં આ તળાવ આવેલું છે,પરંતુ વરસાદની મોસમમાં પણ તળાવ ખાલીખમ છે.જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી,અને સાંસદ તેમજ ધારાસભ્ય સમક્ષ તળાવનો કાંપ દૂર કરીને તળાવ ઉંડું કરી જળસંચય કરવાની માંગણી તેઓએ કરી રહ્યા છે.
#CGNews #Talav #water #Maldhari #Gujarat #Amreli
Here are a few more articles:
Read the Next Article