અમરેલીના મહેમાન બન્યા વડાપ્રધાન મોદી
ભારત માતા સરોવરનું કર્યું લોકાર્પણ
સાત વર્ષ પહેલા સવજી ધોળકિયાએ કર્યો હતો સંકલ્પ
100 કરતા વધારે ગામોને જળસ્ત્રોતનો મળશે લાભ
PM મોદીએ રૂ.4800 કરોડના 1600 વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલીમાં ભારત માતા સરોવરના લોકાર્પણની સાથે રૂપિયા 4800 કરોડના 1600 જેટલા વિકાસ કાર્યોની દિવાળીમાં ભેટ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહેમાન બન્યા છે,અને વિવિધ પ્રકલ્પોની ભેટ તેઓએ રાજ્યના લોકોને દિવાળી તહેવાર નિમિત્તે આપી છે,વડોદરા બાદ PM મોદીના હસ્તે અમરેલી જિલ્લાના દુધાળામાં હસ્તે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.પદ્મશ્રી સવજી ધોળકિયાએ 2017માં ગાગડિયા નદી પર બનાવેલા હરેકૃષ્ણ સરોવરનું નિર્માણ કર્યું હતું, જેનું નરેન્દ્ર મોદી દ્વારા અમરેલી ખાતે તા. 17/11/2017 ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું.આ દરમિયાન ગાગડિયા નદી પર ભારત માતા સરોવરનું નિર્માણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો.આજે સાત વર્ષ પછી સંકલ્પ પૂરો થયો છે. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગાગડિયા નદી પર સરોવરની હારમાળા સર્જી દીધી છે અને 50 કરતાં વધારે સરોવરનું ગાગડિયા નદી પર સર્જન કરવામાં આવ્યું છે, જેને લઇને 100 કરતાં વધારે ગામોને જળસ્ત્રોતોનો ફાયદો થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.અમરેલી સહિત સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને બોટાદ ઉપરાંત કચ્છ જિલ્લાને અંદાજે રૂપિયા 4800 કરોડથી વધુના ખર્ચે 1,600 જેટલા વિકાસકાર્યોની ભેટ પણ PM મોદીએ આપી હતી. અમરેલી ની મુલાકાત દરમિયાન PM મોદી દ્વારા ગુજરાત રાજ્યને જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ આપી છે.