અમરેલી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી
વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી
તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કામગીરી કરાય
મકાન અને જમીન મૂળ માલિકને પરત કરવામાં આવી
ભાવનગર રેન્જIG ગૌતમ પરમારે કામગીરીને બિરદાવી
અમરેલી જિલ્લા પોલીસ વિભાગે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરતાં ભાવનગર રેન્જIG ગૌતમ પરમારે પોલીસની કામગીરીને બિરદાવી હતી.
ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, અને નિર્દોષ વ્યક્તિઓ પર વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે ભાવનગર રેન્જIG ગૌતમ પરમારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ વિભાગને કડક સૂચના આપી હતી. તેવામાં આવી જ એક પોલીસ ફરિયાદ અમરેલી જિલ્લામાં નોંધાઈ છે. જેમાં 2 વ્યાજખોરોએ પચાવી પાડેલ મકાન અને જમીન અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ મૂળ માલિકને પરત અપાવી હતી. વ્યાજખોરો પાસેથી મકાન અને જમીનનો છૂટકારો અપાવી“તેરા તુજકો અર્પણ અભિયાન” અંતર્ગત આ કામગીરી કરવામાં આવી હતી.
ભાવનગર રેન્જIG ગૌતમ પરમારના હસ્તે વ્યાજખોરો પાસેથી અરજદારોને જમીન તેમજ મકાનના દસ્તાવેજ પરત આપવામાં આવ્યા હતા. જેમાં નાગેશ્રીના કોળી કંથારીયામાં રૂ. 7 લાખનું મકાન તેમજ વડિયામાં 9 વીઘા જમીનનો સમાવેશ થાય છે, ત્યારે ભાવનગર રેન્જIG ગૌતમ પરમારે અમરેલી જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.