અમરેલી : સાયબર ફ્રોડની પોલીસને 1200 ફરિયાદો મળી,નાગરિકોને APK ફાઈલ પર ક્લિક ન કરવા પોલીસ અધિક્ષકની અપીલ

અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે,છેલ્લા 11 મહિનામાં પોલીસને 1200 ફરિયાદ મળી છે,જેમાં લોકોએ 8 કરોડ રૂપિયા ગુમાવ્યા છે,

New Update
  • મોબાઈલમાં આવતી APK ફાઈલથી સાવધાન

  • 11 મહિનામાં 1200 ફરિયાદ પોલીસને મળી

  • સાયબર ફ્રોડમાં નાગરિકોએ રૂ.8 કરોડ ગુમાવ્યા

  • પોલીસે રૂ.70 લાખ ફરિયાદીને પરત અપાવ્યા

  • APK ફાઈલ પર ક્લિક ન કરવા પોલીસની અપીલ

અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે,છેલ્લા 11 મહિનામાં પોલીસને 1200 ફરિયાદ મળી છે,જેમાં લોકોએ 8 કરોડ રૂપિયા ગુમાવ્યા છે,ત્યારે પોલીસે 70 લાખની રકમ પરત પણ અપાવી છે,ત્યારે નાગરિકોને પોલીસે મોબાઈલ પર આવતી અજાણી લિંકથી સાવધાન રહેવા માટે અપલી કરી છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા 11 મહિનામાં સાયબર ક્રાઈમની કેટલી ઘટના બની અને લોકોએ કેટલા રૂપિયા ગુમાવ્યા તેમજ તેનાથી બચવા માટે લોકોએ કઈ બાબતની તકેદારી રાખવા અંગે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે નાગરિકોને અપીલ કરી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 11 માસ દરમિયાન 1200 જેટલા કેસમાં કુલ 8 કરોડ રકમની છેતરપિંડી થઈ છે.આ ફરિયાદોના આધારે, SP સંજય ખરાતે સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમો બનાવી ગુનાઓ ડિટેક્ટ કરવા અને નાણાં પરત અપાવવા માટે કામગીરી શરૂ કરાવી છે. જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં ગુમાવેલી રકમના લગભગ 10 ટકા એટલે કે70 લાખ રૂપિયા જેટલી રકમ અરજદારોને પરત અપાવવામાં સફળતા મેળવી છે.

અત્યાર સુધીમાં 42 જેટલી રૂબરૂ ફરિયાદો પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે.સાયબર ફ્રોડ અંગે માહિતી આપતા SP સંજય ખરાતે જણાવ્યું કેઆવા કિસ્સામાં સૌ પ્રથમ નાગરિકોએ 1930 ઉપર કોલ કરવો જેથી તમારા રૂપિયા આગળ જતા અટકી જશે અને અમુક સમય બાદ પેમેન્ટ પરત મળી શકે છે. અરજદારો રૂબરૂ મળ્યા બાદ ફરિયાદો નોંધાવે છેતેવી 42 જેટલી ફરિયાદ પોલીસે નોંધી છે. વધુમાં પોલીસે નાગરિકોને અજાણ્યા નંબરથી મોબાઈલ પર આવતી APK ફાઈલ ડાઉનલોડ ન કરવા અને સાવચેત રહેવા માટે અપીલ કરી છે.

Latest Stories