-
સરકારી હોસ્પિટલનો વહીવટ પ્રાઇવેટ ટ્રસ્ટને સોંપવાનો મામલો
-
ગરીબ દર્દીઓની હાલત બની દયનિય
-
દર્દીઓના રિપોર્ટના ચાર્જ વસૂલવાના લાગ્યા બોર્ડ
-
પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાનની કરાય શરૂઆત
-
જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
અમરેલીની સરકારી હોસ્પિટલ બચાવવા માટે પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાન સાથે રેલી સ્વરૂપે આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે. અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અમરેલીની સરકારી હોસ્પિટલનો વહીવટ સરકાર દ્વારા પ્રાઇવેટ ટ્રસ્ટને સોંપ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ચાર્જ ચૂકવવાના બોર્ડ લાગતા ગરીબોની સ્થિતિ દયનીય બની છે.જ્યારે સિવિલ હોસ્પિટલ હવે શાંતાબા ગજેરા હોસ્પિટલ બની ગઈ છે.તેમજ હોસ્પિટલમાં મેનેજમેન્ટ દ્વારા દવાઓના વેચાણ કરતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.ગરીબ દર્દીઓના રિપોર્ટના ચાર્જ વસૂલાતા હોવાના જાહેર બોર્ડ મૂકવામાં આવ્યા છે.ઉપરાંત ICUના રૂમના ચાર્જ વસૂલવાની શરૂઆત થતા હોસ્પિટલ બચાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો સમિતિના નેજા હેઠળ એક રેલી સ્વરૂપે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહીંયાને આવેદનપત્ર પાઠવ્યું હતું.આંદોલનની સાથે જ સરકારી હોસ્પિટલના ખાનગી ટ્રસ્ટ સંચાલકોની મનમાની સામે વિરોધનો વંટોળ શરૂ થયો છે.