અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ભય
અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ પ્લેનનો વિરોધ
પ્રબુધ્ધ નાગરિકો દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરાયા
પાયલોટ ટ્રેનિંગ પ્લેનનો રૂટ બદલવાની કરાઈ માંગ
ધરણા પ્રદર્શન બાદ ઉગ્ર આંદોલનની ચીમકી
અમરેલીમાં સ્થાનિક લોકોમાં પાયલોટ ટ્રેનિંગ પ્લેનથી ભયનો માહોલ સર્જાયો છે,અમદાવાદની દુર્ઘટના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે,જેના કારણે પ્રબુધ્ધ નાગરિકો આ પ્લેનનો રૂટ બદલવાની માંગ સાથે પ્રતીક ઉપવાસ પર બેઠા છે.
અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ અમરેલી શહેરમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે. અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેન્જ કરવાની પ્રબળ માંગ ઉઠી છે. અમરેલી શહેરમા સમર્પિત સમિતિ દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ઉડતા બંધ કરાવવા માંગ ઉઠી છે. પ્લેનના કારણે મોટું જોખમ હોવાથી અન્યત્ર ખસેડવા માટેની માંગ કરવામાં આવી રહી છે.અને શહેરના રાજકમલ ચોકમાં પ્રબુધ્ધ નાગરિકોએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પ્રતીક ઉપવાસ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ અંગે જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા મામલો વધુ ઉગ્ર બની શકે છે.