અમરેલી : લગ્નની લાલચ આપી લોકોને ફસાવતી લૂંટેરી દુલ્હન ઝડપાય, સાવરકુંડલા પોલીસે કરી સુરતથી ધરપકડ

લગ્નની લાલચ આપીને ફસાવતી ગેંગનો પર્દાફાશ અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકા પોલીસે કરીને 3 મહિલા સહિત મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લીધી છે.

New Update
અમરેલી : લગ્નની લાલચ આપી લોકોને ફસાવતી લૂંટેરી દુલ્હન ઝડપાય, સાવરકુંડલા પોલીસે કરી સુરતથી ધરપકડ

લગ્નની લાલચ આપીને ફસાવતી ગેંગનો પર્દાફાશ અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકા પોલીસે કરીને 3 મહિલા સહિત મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લીધી છે.

હાથમાં મહેંદી લગાવેલી આ છે લૂંટેરી દુલ્હન... લુંટેરી દુલ્હને કેટલાક લોકોને ચુનો ચોપડીને પૈસા લઈને લગ્ન કર્યા છે. ગત ઓક્ટોમ્બર મહિનામાં સાવરકુંડલાના નિકુંજ માધવાણી સાથે મૂળ રાજસ્થાનની સેજલ નામની આ દુલ્હને લગ્ન કર્યા હતા. જોકે, તેનું સાચું નામ મુસ્કાન છે. આ લગ્ન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતો ચશ્માધારી દલાલ મુખ્ય સૂત્રધારનું નામ કિશોર મિસ્ત્રી છે. જે સાવરકુંડલાના થોરડી ગામનો વાતની છે. કિશોર મિસ્ત્રીએ જ આ લગ્ન કરાવા માટે 1 લાખ 90 હજાર લઈને પોતાના ઘરે જ હાર પહેરાવીને સેજલ અને નિકુંજના લગ્ન કરાવ્યા હતા, ત્યારે સેજલની માતા ગીતા અને કાજલ નામની યુવતીઓ હાજર રહી હતી. લગ્ન થયાના 8 દિવસ બાદ ઘરે જવાનું કહીને સેજલ ગઈ ત્યારબાદ પરત ફરી ન હતી. આથી કિશોર મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો, ત્યારે કિશોરે પણ ગલ્લાતલ્લા કર્યા હતા. સેજલ સાથે નિકુંજે વાત કરતા નિકુંજને સેજલે કહેલું કે, મારું સાચું નામ મુસ્કાન છે, મારી મમ્મીનું નામ ગીતા નહીં પણ પરવીન છે, અને હું એક બાળકની માતા છું. આથી નિકુંજ માધવાણીને પોતાના સાથે ફ્રોડ થયાનું માલૂમ પડતાં સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાવરકુંડલા તાલુકા પોલીસે ડીવાયએસપી હરેશ વોરાની આગેવાનીમાં સુરત ખાતેથી સેજલ ઉર્ફે મુસ્કાન, ગીતા બનેલ પરવીન અને કાજલ સાથે મુખ્ય સૂત્રધાર કિશોર મિસ્ત્રીની ધરપકડ કરી હતી, જ્યારે કિશોરે અગાઉ પણ સાવરકુંડલાના દોલતી, બાબરા તાલુકામાં પણ આ મુસ્કાનના લગ્ન કરાવ્યા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.

Latest Stories